પંચાલ સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

પ્રમુખશ્રી નો સંદેશ

પ્રમુખશ્રી નો સંદેશ

Image

પ્રમુખશ્રી નો સંદેશ

પ્રમુખશ્રી નો સંદેશ

આપ સૌના સહકાર અને લાગણીના તાંતણે બંધાયેલ આપણા સમાજની વ્યવસ્થાનું ગૌરવ અને ધન્યતા અનુભવું છું. આપણો નાનો સમાજ હોવા છતાં, સમાજ સુધારણાની દિશામાં એક્સૂત્રતાથી આગળ વધી રહયા છીએ. કોઈ વિષય બાબતે મતભેદ હોવા છતાં, સમાજ સુધારણા કે વિકાસની વાત આવે ત્યારે આ મતભેદનું બાષ્પિભવન થઈ જાય છે.

આપણી સૌની દિશા એક જ છે.ભલે મિલન અલગ- અલગ રસ્તાથી થતું હોય, આવી એક્સુત્રતાને નમસ્કાર કરવાનું મન થાય છે. આપણી પાસે ગમે તેટલી સુખ અને સમૃદ્ધિ હોય પણ પણ તે માણવા માટે સમાજ એ અગત્યનું અંગ છે. સમાજ સિવાયના માણવનું જીવન જંગલના પ્રાણી કરતા પણ ખરાબ છે. કારણ કે પ્રાણી તો વનરાજીને માણી શકે છે. જયારે એકલો માનવી ?...

આપ સૌ હંમેશાં સમાજમાં એકબીજાને ઉપયોગી થતા આવ્યા છો. અને ઉપયોગી થતા રહેશો જ. પરંતુ તે માટે હકારાત્મક વિચારો જ આપણને બંધનમાં રાખી શકશે. ચાલો આપણે સૌ આપણા મતભેદોને દફનાવી સમાજના હિતમાં એક બની સમાજ સુધારણા અને વિકાસનો સંકલ્પ કરીએ.

આભાર સહ

આપ સૌનો સહ્યી,
એ.બી. પંચાલ. (ઈટાડી)
પ્રમુખ, પંચાલ સમાજ મોડાસા (ગોળ) પ્રદેશ વિકાસ મંડળ.