facebook/panchalsamajmodasa info@panchalsamajmodasa.org
પંચાલ સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

ઇતિહાસ

સંસ્થા નો ઇતિહાસ

સંસ્થા વિષે ઈતિહાસ

શ્રી પંચાલ સમાજ મોડાસા એકડાની પંચ તા. ૧૭-૧-૧૯૬૦ ના રોજ મુકામે મળેલ જેમાં આપણા તાલુકાનું મુખ્ય સ્થળ ખાતેસમાજના વિદ્યાર્થીઓને ભણવા માટે પડતી અગવડતાના કારણે મોડાસા મુકામે બોડીંગ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવેલ તે માટે જરૂરી જમીનનો પ્લોટ ખરીદવા માટે તથા તે ઉપર બાંધકામ કરવા માટે જરૂરી સમિતીની રચના કરવામાં આવી જતી.
આ સમિતીને જમીનની ખરીદી માટે પંચની રકમ માંથી ખર્ચ પાડવાની સત્તા આપવામાં આવી હતી.
બોડીગ બનાવવા માટેના જરૂરી પ્લોટ શેઠ જમનાલાલ જેઠાલાલ તથા શેઠ નવનીતલાલ જેઠાલાલ પાસેથી સર્વે નં.૩૭૯ર પૈકી પ્લોટ નં ૧૯ અને ર૦ કે જેનુ કુલ ક્ષેત્રફળ પ૪૦૦ ચોરસ ફૂટ છે. તે રૂા.૩રરપ-૦૦ અંકે રૂપિયા ત્રણ હજાર બસો પચ્ચીસ રૂપિયામાં ખરીદવામાં આવેલ જેનો દસ્તાવેજ નં.૧૮૨૪ તા. ૧૪-૮-૬૪ છે.
પંચાલ બોર્ડીંગનાં મકાનનું ખાતમુર્હત જાલોદર નિવાસી શ્રી કાહયાભાઇ પુંજાભાઇ પંચાલ પાસે કરવવા ઠરાવ તારીખ ૧૮-૧-૬૫ નાંરોજ કરેલ ત્યાર બાદ શિયાળામાં તેનું ખાત મુર્હત તેમનાં હસ્તે કરવામાં આવેલ બાંધકામ માટે જરૂરી ફાળવણીની રકમ સમાજ પાસે ન હોંવાથી ૨૭-૩-૧૯૬૦ થી ફાળો નોંધવાનો શરૂ કરેલ જે બાંધકામ માટે જેમ જરૂર પડે તેમ ફાળો ઉઘરાવવામાં આવેલ આ બાંધકામ નો ખર્ચ લગભગ પચાસ થી સાઇઠ હજાર રૂા. જેટલો થયેલ.
સદર ઉપરોક્ત કાર્યવાહી મંત્રી તરીકે અણીયોરનાં શ્રી મથુરભાઇ કિશોરભાઇ પંચાલનાં હસ્તાક્ષરોમાં જુની નોંધ કરેલ છે. બાંધકામ માટે સમિતિમાં ભીખાભાઇ કિશોરભાઇ – ઇટાડી, હીરાભાઇ મુળજીભાઇ-મોડાસા, હીરાભાઇ ભેંમાંભાઇ-સાયરા, હીરાભાઇ સાંકળભાઇ-સાકરીયા, છગનભાઇ અંબારામ-ધનસુરા તથા મોહનભાઇ રામભાઇ-શિણાવાડ નો સમાવેશ કરેલ હતો. મકાન તૈયાર થાય બાદ તેમાં જરૂરી સગવડો માટે ૨૭-૪-૧૯૬૯ નાં રોજ લાઇટ ફીટીંગ, કનેક્શન તથા પાણીંમાટે જરૂરી હેંડ પંપ બનાવવાનો ઠરાવ કરેલ છે. તે માટેનો જરૂરી ખર્ચ કારોબારી સભ્યો તથા હોદ્દેદારો પાસે રૂા.૫૦ લેખે ફાળો કરેલ જે અન્ય બાકી ફાળો આવતા પરત કરવાનો પણ ઠરાવવામાં આવેલ છે. તે સિવાય સમાજના કુરિવાજો દુર કરવા માટે તા.૧૯-૧-૭૫ નાં રોજ મળેલ મિટીંગમાં ઠરાવ કરેલ છે.
બોર્ડીગનું મકાન તૈયાર થયા પછી તેમાં રૂમ દીઠા ૪ વિદ્યાર્થી મુકવા તથા બીજા રૂમ ભાડે આપવાં. તા.૨૪-૧૨-૮૮ ના રોજ ઠરાવ કરેલ છે. તેમાં પ્રમુખ તરીકે ભીખાભાઇ કિશોરભાઇ-ઇટાડી, ઉપપ્રમુખ-હીરાભાઇ ભેમાભાઇ-સાયરા, મંત્રી તરીકે રામાભાઇ હીરાભાઇ ધનસુરા તથા મોહનભાઇ રામાભાઇ શિણાવાડાને મકાન ભાડે આપવા માટેનો જરૂરી સત્તા આપન ઠરાવ કરેલ છે. આ સિવાય સમાજના નબળા આર્થિક પરિસ્થતિ ધરાવતા બાળકો માટે નોટબુક ચોપડીઓની સહાય માટે કેળવણી મંડળ શ્રી રમણભાઇ મગનભાઇ પંચાલ સાંકરીયાના મંત્રી પદે ચાલુ કરવામાં આવેલ જેમાં ૧૫-૮-૯૨ થી કેળવણી માટે રૂા.૩૩૮૪-૬૦ નો ખર્ચ મંજુર કરવામાં આવેલ આ સિવાય સમાજનાં પંચ ૧૯૭૭ માં સાયરા, ૧૯૮૦ માં શિણાવાડ, ૧૯૮૮ માં મોડાસા ખાતે ભરાયા હોવાનો ઉલ્લેખ જોવા મળેલ છે.
આપણા સમાજની વસ્તીપત્રક બનાવવાનો ઠરાવ તા.૩૦-૧૧-૮૪ ના રોજ મળેલ મીટીંગમાં કરવામાં આવેલ તેની નોંધ જોવા મળેલ છે, શ્રી મથુરભાઇ ખિોરદાસ પંચાલ પછીથી મંત્રી તરીકે શ્રી મથુરદાસ જીવાભાઇ પંચાલ-સાયરાએ પણ જવાબદારી નિભાવેલ છે.
આમ આપણો સમાજ સંગઠિત થયો ત્યારથી જ સમાજ માટે તન, મન અને ધનથી મદદ કરી સમાજનો વિકાસ કરેલ જોવા મળે છે. આજના સંજોગોમાં ખાસ કરીને જ્યારે શિક્ષણ મોંઘુ બને છે ત્યારે શિક્ષણ ફંડ જે નોંધાયેલ છે. તેમાં વધારો કરી સમાજના બાળકોને મદદરૂપ થવાની ખાસ જરૂર છે. તો સમાજ શરૂઆતથી કરેલ ઇચ્છાઓ પુર્ણ થઇ ગણાશે, બોર્ડિંગનું મકાન પણ બીજે ક્યાંય ઉભુ કરવામાં આવે તો વિદ્યાર્થીએ તથા સમાજની સાચી સેવા ગણાશે જે માટે સમાજના આગેવાનો પોતાની વગનો ઉપયોગ કરે તેવી અભ્યર્થના.
આપણા પુર્વજો મુળ થાન પ્રદેશના વતની હતા. થાન પ્રદેશ પુરાતન કાળમાં પાંચાલ તરીકે ઓળખાતા હોત. મહાભારત કાળમાં પાંચાલ નરેશ દ્રુપદ રાજાએ તેમની પુત્રી પાંચાલીનો સ્વયંવર મત્સવેધ દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં યોજેલ તે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર આજે પણ થાનગઢમાં હયાત છે અને દર ર્વષે ભાદરવા માસમાં તરણેતરનો મેળો ભરાય છે. આ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલ છે. તે સમયથી ચોટીલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજી બીરાજ માન છે.
આપણા પુર્વજો શ્રી ચામુંડા માતાજીની હંમેશ પુજા કરતાં. માં ચામુંડા આપણી કુળદેવી કહેવાયેલ છે.
સમય જતાં પાંચાલ પ્રદેશમાં અનાવૃષ્ટિ ભયંકર દુષ્કાળ પડયો જે ઉપરાઉપરી ઘણા વર્ષો સુધી ચાલ્યો. લોકો સ્થાન છોડી અન્ય ભાગોમાં જઇ વસવા લાગ્યા.
આપણા પુર્વજોએ પણ વેપાર ધંધા રોજગારથી ધમધમતા શહેર ચાંપાનેર બાજુ સ્થળાંતર કર્યુ ચાપાનેર ગુજરાતની રાજધાનીનું શહેર હતુ તે સમયે ચાંપાનેરમાં બાવન બજાર અને ચોર્યાસી ચૌટા હતા. તે ઉપરથી ચાંપાનેરની જાહોજલાલી કેવી હશે તે કલ્પી શકાય છે.
ચાંપાનેરમાં તે સમયે તમામ કોમના નાગરિકો વસતા હતા. તે સમયના વિશ્વકર્મા વંશજો પોતાના મુળ વતન મુજબ અોળખાતા જેમ કે મારવાડી લુહાર સુથાર, સોરઠી લુહાર સુથાર, માળવી લુહાર સુથાર. આપણા વડવાઓ પંચાલ લુહાર સુથાર તરીકે ઓળખાવા લાગ્યા.
ચાપાનેરના પાવાગઢ ડુંગર ઉપર શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલ હોઇ ઘણા જ્ઞાતિજનોની કુળદેવી શ્રી મહાકાલી માતાજી છે અને કેટલાક જ્ઞાતિજનોની કુળદેવી શ્રી ચામુંડા માતાજી છે.
તે સમયે લોક વાયકા પ્રમાણે શ્રી મહાકાલી માતાજીના શ્રાપથી ચાંપાનેરનું અધ:પતન થયું. અથવા ઇતિહાસમાં દર્શાવ્યા મુજબ મુગલો અને મરાઠાઓ ગુજરાત ઉપર હુમલાઓ કરી લુંટફાટ કરતાં ચાંપાનેર અને આજુબાજુનો વિસ્તાર તહસ નહસ થઇ ગયો. લોકો જાન માલ બચાવી અન્ય સલામત સ્થળે વસવાટ કરવાનું વિચાર્યુ.
તે સમયે આપણો હાલનો વિસ્તાર જંગલોથી ભરપુર હતો ઉપરાંત વાત્રક, માઝમ, મેશ્વો, હાથમતી જેવી નદીઓમાં બારે માસ પાણી વહેતાં હતાં. આ વિસ્તારમાં વર્ષા વન હોવાથી તે સમયે વરસાદ પણ પુષ્કળ પડતો હતો અને અડાબીડ વ્રુક્ષો વનરાજી અને ઘાસના બીડથી જંગલ ભરપુર હતું જેથી જંગલી જાનવરો પણ વસતા હતા.
તે સમયે આ વિસ્તાર હેડંબા વન તરીકે ઓળખાતો હતો. આપણા વડવાઓ આ વિસ્તારને એડંબાવન તરીકે ઓળખતા હતા. આપણે હને બદલે અ નો પ્રયોગ ઘણા શબ્દોમાં કરીએ છીએ.
તે સમયે ખેતી વાડીની વૃદ્ધિ થતાં હળ, લાકડા, કોસ માટેના સાધનો ગાડઅ માટે ના સાધનો માટે લુહાર તેમજ સુથાર લોકોની ખુબ જરૂરત રહેતી જે ગામમાં અાવા કારીગરોની વસતી બા હોય તેમને અન્ય ગામડેથી બોલાવી સ્થાયી કરાવતા હતા.
દરેક કારીગરોનો વસવાટ કરાવતા હતા જેથી કુંભાર, સુથાર, લુહાર, વાળંદ, દરજી વગેરે જ્ઞાતિના માણણણણસો ને વસવાયા પણ કહેતા હતા. આ બધી કોમના માણસોને મહેનતાણામાં રોકડને બદલે અનાજ વગેરે આપતા અને થોડી ઘણીજમીન પણ આપતા જેથી આપણા વડવાઅઓ ખેતીકામ પણ કરતા અને ઘરાકોના કામ પણ કરતા અને સુખેથી જીવન ગુજારતા. જીવન વ્યતિત થયા ગયા.
છોકરા છોકરીઓના લગ્નો માટે મતલબ રોટી-બેટી માટે વાડાઓબનતા ગયા. પ્રવાસના સાધનોના અભાવને કારણે ત્રીસ પાંત્રીસ ગાઉના એટલેકે ૫૦ થી ૬૦ કિલોમીટર જેટલા વિસ્તારમાં જ દિકરા-દિકરીના સગપણ લગ્ન થતા.