facebook/panchalsamajmodasa info@panchalsamajmodasa.org
પંચાલ સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

પંચાલ સમાજનો ઈતિહાસ

  • શ્રી પંચાલ સમાજ મોડાસા ગોળ પ્રદેશ વિકાસ મંડળની જાણકારી મુજબ આપના સમાજની ઉત્પતિ કેવીરીતે થઇ તથા તેમના વંશજો કેવા હતા તે અંગે જાણકાર વ્યક્તિઓને સંપર્ક કરી મેળવળલ માહિતી આપની સમક્ષ મુકતાં અમો આનંદ અનુભવીએ છીએ.
  • સંતશ્રી મણીરામ યોગાશ્રમ શામળાજી પાસેથી મળેલ માહિતી મુજબ સતયુગના સમયમાં પ્રભાસ નામના એક મહાન ઋષિ થઇ ગયા, તે જે ક્ષેત્રમાં વસેલા તેની આજુબાજુનો બારે ગાઉ સુધીનો વિસ્તાર પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાયેલ છે જે આજે પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ તરીકે ઓળખાય છે.

   

  • પ્રભાસઋષિનાં લગ્ન બ્રાહ્મણ જ્ઞાતિ ધરાવતા બ્રુહસ્પતિની સગી બહેન બ્રહમવાદિની સાથે થયા હતા. બ્રહ્માજીએ પ્રભાસઋષિને ત્યાં જન્મ લીધો હતો જે આપણા ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા હતાં. આમ વિશ્વકર્મા દાદાએ ભગવાન બ્રહ્માજીનો અવતાર છે.
  • બ્રહ્માજીએ ચાર વખત પૃથ્વી ઉત્પન્ન કરી હતી પરંતુ તેમાં કઇંક ને કંઇક ક્ષતિ રહી જતાં તેનો નાશ થયો હતો. તે વખતે બ્રહ્માજીએ શ્રી વિશ્વકર્મા તરીકે અવતાર લીધો હતો અને જન જીવન નષ્ટ ન થાય તે માટે જીવન કેવી રીતે જીવવું તે માટેની સમજ આપેલી.

   

  • પ્રભાસ ઋષિને બે દિકરા હતા ૧ દેવળજી ૨ વિશ્વકર્મા દાદા, દેવળજીએ લગ્ન કર્યુ ન હતુ તેથી તેઓં ઋષિ તરીકે ઓળખયા જ્યારે શ્રી વિશ્વકર્માદાદાના લગ્ન હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદની દિકરી કૃતિ સાથે થયાં હતા.

   

  • વિશ્વકર્મા દાદા તથા કૃતિ વડે પાંચ દીકરા અને આઠ દીકરીઓનો જન્મ થયેલો. જેમાં પાંચ પુત્રોમાં ૧) મનુ પંચાલ ૨) મય સુથાર ૩) ત્વષ્ટાતાંબુ ઘડનાર ૪ દેવજ્ઞ સોની ૫ શિલ્પી સલાટ જ્યારે દીકરીઓમાં રિધ્ધ, સિધ્ધ, રન્નાદ વગેરે હતી. જેમાં રિધ્ધી અને સિધ્ધનાં લગ્ન ગણપતિ જોડે થયેલાં. જેથી તેઓ મહાદેવજીનાં વેવાઇ થયા જ્યારે રાંદલ રન્નાદે નાં લગ્ન સુર્યનારાયણ સાથે થયેલા.
  • હિરણ્યકશ્યપને બે પત્નીઓ હતી. દિતી અને અદિતી. જેમાં દિતી વડે જન્મેલા તેઓ દૈત્યો કહેવાયા. જ્યારે અદિતી વડે જન્મેલા શ્રી સુર્યનારાયણ ભગવાન આદિત્ય કહેવાય. વિશ્વકર્મા દાદાના પ્રથમ પુત્ર મનુએ આરણ, હથોડી, સાણસી તથા પંચ ઘડીને બાકીના ચાર પુત્રો મય, ત્વષ્ટા, દેવજ્ઞ અને શિલ્પીને આપેલા.

   

  • વિશ્વકર્માદાદાનું પ્રાગટય તથા તેમના પરિવાર વિષેની માહિતી સ્કંકધ પુરાણના પ્રભાસખંડના અગીયારમાં અધ્યાયમાં આપેલ છે. જે સચોટ છે. તથા સ્કંધ પુરાણના સાહિત્યખંડનો અગિયારમો અધ્યાય જેમાં રાજભટાત્તાર્ક દ્વારા ઉપરોક્ત તમામ હકીકતો સચોટ રીતે અાપેલ છે.

   

  • આમ આપણું ગોત્ર-પ્રભાસ થાય છે જ્યારે શાખ-મનુ પંચાલ છે. આ બધાં પાસાં સ્કંધપુરાણના અગિયારમાં અધ્યાય પરથી સચોટ રીતે લઇ આલેખ રજુ કરેલ છે. જેથી ઘણાઓને અચરજ થશે કે શ્રી વિશ્વકર્માદાદાનો જન્મ થયેલ નથી તેવું વિશ્વકર્મા પુરાણમાં દર્શાવેલ છે પણ તે અંગેનું કોઇ પ્રમાણ મળતું નથી જ્યારે વિશ્વકર્માદાદાના જન્મનો ઉલ્લેખ સ્કંધપુરણોના અગિયારમાં અધ્યાયમાં સ્પષ્ટપણે મળે છે.
  •  

  • શ્રી વિશ્વકર્માદાદા એ સૌ પ્રથમ રાવણને સોનાની લંકા બનાવી આપેલી તેને જોઇ શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિશ્વકર્માદાદને અરજ કરતાં તેમને સમુદ્રમાં સોનાંની દ્વારિકા બનાવેલ, સમય જતાં સમુદ્રની અંદર સોનાની દ્વારિકા ક્ષીણ થઇ જેને આજે પણ વૈજ્ઞાનિકો શોધી રહયા છે. કદાચ સુનામી જેવા દરિયાઇ ભુકંપને લીધે સોનાની દ્વારિકા જે બેટ પર હશે તેનો નાશ થયો હશે. ઉપરોક્ત તમામ માહિતી એકત્ર કરી રજુ કરેલ છે. તે સિવાય શ્રી મુકેશચંદ્ર મણીલાલ બારોટ ધોળકાનો સંપર્ક કરી કારોબારી સભામાં બોલાવેલ જેમને આપેલ માહિતી નીચે મુજબ છે. તેમનાં જણાવ્યા અનુસાર શ્રી વિશ્વકર્માદાદાનાં પાંચ પુત્રો હતા જેમાં મનુ પંચાલ , મય સુથાર, ત્વષ્ટા તાંબુ ઘડનાર દેવજ્ઞ સોની તથા શિલ્પી સલાટ હતાં. તેમનાં લગ્ન ઋષિકન્યાએ સાથે કરવામાં આવ્યા હતાં.

    

  • સૌ પ્રથમ પંચાલોએ શ્વેતનગર ખાતે વાસવાટ કરેલો ત્યારે મનુને મંત્રબળથી હથિયાર ઉત્પન્ન કરવાનો આશીર્વાદ મળેલ જેથી મનુએ હથિયારો ઘડી બાકીના ચાર ભાઇ ઓને આપેલાં. શ્વેતનગરથી પીઠોડીનગર ખાતે વસવાટ શરૂ થયેલો તેમાંથી મોટાભાગનાંપંચાલો ચાંપાનેરની આજુબાજુનાં વિસ્તારમાં વસેલા ત્યાંથી પંચાલોએ ગુજરાતના જુદા જુદા આઠ જિલ્લા સુરત, વડોદરા, આણંદ, દશકોશી, અમદાવાદ, પંચમહાલ, સાબરકાંઠા તથા ડુંગરપુરમાં વસવાટ કરેલ.

   

  • જેમાં બારોટશ્રી નાં ચોપડા માં થયેલ નોંધ મુજબપંચાલોના જીલ્લાના આપણ ગોળના, શીકા, શિણોલ, ભેંસવાડા, ઇટાડી, વણીયાદ, કોકાપુર, સાયરા, મોડાસા, સાકરીયા, ઝાલોદર, ડુઘરવાડા, ભેરૂન્ડા, અણીયોર, પિપરાણા, ધનુસુરા, આકરૂન્દ, રણાસણ, બાયલ ઢાંખરોલ તથા રમોસ ગામોનો ઉલ્લેખ જોવા મળેલ છે. જેમાં દરેક પેઢીનામં પણ જોવા મળેલ છે.
  • મોડાસા ગોળ વિશેની ઉત્પતિ જાણવા પ્રયત્ન કરતાં સાયરાનો અડધો વસવાટ બામણવાડથી તથા અડધો વસવાટ અણઘડીયાથી થયેલો તેમ જાણવા મળેલ છે. જ્યારે વણીયાદ-કોકાપુરનો વસવાટ ભીલોડાથી આવીને થયેલ છે.
  • મોડાસા ખાતેનો વસવાટ ચાપાનેરથી સ્થળાંતરથી થયેલ છે. જ્યારે બ્રહમમય જગત અસ્તત્વમાં આવ્યુ ત્યારે કોઇ નાત-જાતનાં ભેદ નહોતા તે સમયે ફક્ત દેવ અને દાનવ તરીકે ઓળખાતા. તે સમયમાં વિશ્વકર્માદાદાનો જન્મ થયેલ.
  • દેવો અને દાનવોએ જ્યારે શ્રી વિશ્વકર્માદાદાને વિનંતી કરી ત્યારે વિશ્વકર્માદાદાએપાચ પુત્રો અને ૩૬ આયુધો ઉતપન્ન્ કરેલા અને તેનાથી આસુરી શક્તિ સામે વિજય પ્રાપ્ત થયેલ તેવી માહિતીતેઓથી આપી હતી. આમા વિશ્વકર્માદાદા તથા મોડાસા ગોળની ઉત્પતિ જાણી સમાજ સમક્ષ મુકવા માટે અમોએ શક્ય તેટલો પ્રયાસ કરેલ છે.
  • આ માહિતી થી સમાજના પુર્વ-ભુમિકા મેળવવાનાં સંશોધન જ્ઞાનમાં વધારો કરશે તથા આપણા વંશજોથી પરિચિત થવાશે. શ્રી વિશ્વકર્માદાદા ના સૈનધ્યમાં સમાજની ઉત્તરોતર પ્રગતિમાં માર્ગદર્શન અને આશીર્વાદ મળતા રહયા છે અને ભવિષ્યમાં તેમની કથા અને આશીર્વાદ મળતા રહે તેવી આશા.